સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગ પકડવા જતા એક બાળકનુ મોત
12 વર્ષના બાળક પર દિવાલ પડતા મોત
સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગ પકડવા જતા એક બાળકનુ મોત નિપજ્યુ હતું. 12 વર્ષના બાળક પર દિવાલ પડતા મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું.
સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં જ એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં સંગમની બાજુમાં આવેલા એક નાના મેદાન નજીક 12 વર્ષનો ફૈઝાન નામનો બાળક પતંગ પકડવાની લાયમાં ગયો હતો ત્યારે કિશોર પર જૂની દીવાલ પડતા તેના દિવાલ નીચે દબાઈ જતા ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મૃતક કિશોરના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

