Site icon hindtv.in

સુરતના પાંડેસરામાં ખળભળાટ મચાવનારો હત્યાનો કેસ

સુરતના પાંડેસરામાં ખળભળાટ મચાવનારો હત્યાનો કેસ
Spread the love

સુરતના પાંડેસરામાં ખળભળાટ મચાવનારો હત્યાનો કેસ
જેલમાંથી છૂટેલા અવધેશ સહાનીએ પુણેના યુવક સંદીપ પર છરીથી હુમલો કરી તેની હત્યા કરી દીધી.
પોલીસે ત્રણ બાળ કિશોર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી
મુખ્ય આરોપી અવધેશ હાલ પણ ફરાર

સુરતના પાંડેસરા ખાતે બે દિવસ અગાઉ જેલમાંથી છુટીને આવેલા આરોપીએ અઅન્યો સાથે મળી યુવાનની કરેલી ઘાત્કી હત્યા મમલે પોલીસે ત્રણ બાળ કિશોર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે.

સુરતના પાંડેસરામાં વિસ્તારમાં વડોદગામ ખાતે શુક્રવારના રોજ સંદીપ ભોલે નામના યુવાનની ઘાત્કી હત્યા કરાઈ હતી. આ હત્યા કાંડમાં માથાભારે અને બે દિવસ પહેલા જ જેલમાંથી છુટીને આવેલા અવધેશ સહાનીનુ નામ સામે આવ્યુ હતું. અને અવધેશ  સહાનીએ પંટરો સાથે મળી સંદીપ પર ચપ્પુ વડે ઉપરા છાપરી હુમલો કરી તેની હત્યા કરી ભાગી છુટ્યા હતાં. સંદીપ પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો અને રાત્રે વતન જવાનો હતો તે પહેલા જ સંદીપની હત્યા કરી દેવાઈ હતી. આ મામલે પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને હત્યા કાંડમાં સંડોવાયેલા ત્રણ બાળ કિશોર સહિત સાત હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં. જ્યારે મુખ્ય સુત્રધાર એવો અવધેશ સહાની ભાગી છુટતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Exit mobile version