Site icon hindtv.in

સોનગઢ મલંગદેવ દૂધ મંડળીમાં 31 લાખની ઉચાપતનો મામલો

સોનગઢ મલંગદેવ દૂધ મંડળીમાં  31 લાખની ઉચાપતનો મામલો
Spread the love

સોનગઢ મલંગદેવ દૂધ મંડળીમાં 31 લાખની ઉચાપતનો મામલો
પોલીસ મથકે સભાસદોનો હલ્લાબોલ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની ચર્ચિત મલંગદેવ દૂધ મંડળીમાં થયેલી કથિત 31 લાખની ઉચાપત અંગે આજે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. મંડળીના સભાસદો અને સંચાલકો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. જોકે, સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પી જિલ્લાના સોનગઢ તાલુકાની ચર્ચિત મલંગદેવ દૂધ મંડળીમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપો બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ તપાસના ભાગરૂપે આજે મંડળીના પ્રમુખ અને મંત્રીને પોલીસ મથકે હાજર રહી આક્ષેપોના જવાબ આપવા જણાવવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા મંડળીના હોદ્દેદારો દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ કે સચોટ જવાબ આપવામાં આવ્યા ન હતા. સંચાલકોએ આ બાબતે જવાબ રજૂ કરવા માટે આગામી નવી તારીખની માંગણી કરી હતી, જેના કારણે સભાસદોમાં શંકા-કુશંકાઓ પ્રબળ બની છે. માત્ર નાણાકીય ઉચાપત જ નહીં, પરંતુ સભાસદોએ મંડળીના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ મંડળીમાં દૂધની ચોરી કરવામાં આવી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. સભાસદોની મહેનતના નાણાં અને દૂધ બંનેમાં ગેરરીતિ થતી હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આંદોલનની ચીમકી પોલીસ મથકે હાજર રહેલા સભાસદોએ મીડિયા અને તંત્ર સમક્ષ માંગ કરી છે કે ગરીબ પશુપાલકો અને સભાસદોને તેમના હક્કનો ન્યાય મળે. અને જો આગામી દિવસોમાં યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય, તો સભાસદો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે સહકારી વિભાગ અને પોલીસ તંત્ર આ 31 લાખના કૌભાંડમાં શું પગલાં ભરે છે….

Exit mobile version