Site icon hindtv.in

અરવલ્લીના મોડાસા શહેરમાં છેતરપિંડીનો મામલો.

અરવલ્લીના મોડાસા શહેરમાં છેતરપિંડીનો મામલો.
Spread the love

અરવલ્લીના મોડાસા શહેરમાં છેતરપિંડીનો મામલો.
સ્પોર્ટ્સ અધિકારી તરીકે નોકરી અપાવવાની લાલચ આપી
વ્યક્તિદીઠ 25 લાખની માંગણી કરી 88 લાખની છેતરપિંડી

અરવલ્લી મોડાસામાં ત્રણ મહિલાઓને પોતાની માયાજાળમાં ફસાવીને સ્પોર્ટ અધિકારી તરીકે ઓળખાણ આપીને દંપતીએ બી.ફાર્મમાં ભણતી વિદ્યાર્થિનીના ભાઈને, તેની બે માસીના દીકરાઓને સ્પોર્ટસમાં નોકરી આપવાની લાલચ આપી તબક્કા વાર ત્રણેય પાસેથી 88 લાખની છેતરપિંડી આચરતાં ગુનો નોંધાયો

મોડાસાના દેવરાજ પાસેની વૃંદાવન સોસાયટીમાં રહેતા મુકેશ વાલજી પટેલ અને વર્ષાબેન મુકેશભાઈ પટેલ બંને વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મોડાસા શહેરમાં સોની વાડામાં રહેતી અને અમદાવાદમાં બી. ફાર્મમમાં ભણતી વિદ્યાર્થિનીને તેમની પાડોશમાં 4 વર્ષ અગાઉ રહેવા આવેલા દંપતી મુકેશ પટેલ અને વર્ષાબેન પટેલ સાથે પરિચય થયો હતો. દરમિયાન એક દિવસ દંપતી વિદ્યાર્થિનીના ઘરે ગયું હતું અને કહી રહ્યું હતું કે તારો ભાઈ મિતુલ સ્પોર્ટનો સારો ખેલાડી છે. મારે સ્પોર્ટ અધિકારી તરીકે ઓર્ડર થવાનો છે. તમારા ભાઈને અને તમારા માસીના દીકરાઓને નોકરી લગાવવાની હોય તો અત્યારથી જ મને કહી દેશો એક વ્યક્તિના 25 લાખ થશે. ત્રણે છોકરાઓને નોકરી લગાવવાના 75 લાખ થશે તેમાંથી તમારે ત્રણ-ત્રણ લાખ એડવાન્સ આપવા પડશે કેમ કહીને વિશ્વાસ કેળવી વિદ્યાર્થિની અને તેની બે માસીનો વિશ્વાસ કેળવી બંટી બબલીએ પ્રથમ તારીખ 28 ઓગસ્ટ 2025 ના રોજ 9 લાખ રોકડા લીધા હતા. અને છેતરપિંડી આચરતા ગુનો નોંધાયો છે

તબક્કાવાર દંપતીને મહિલાઓ રૂપિયા આપી રહી હતી. તે દરમિયાન એક દિવસ આરોપી વર્ષાબેન પટેલ વિદ્યાર્થિનીના ઘરે આવી હતી અને કહેવા લાગી હતી કે મારો ભાઈ બેંગ્લોર રહે છે અને તેને એક્સિડેન્ટ થયો છે તેની કરોડરજ્જુનું ઓપરેશન કરવાનું હોવાથી 20 લાખની જરૂર છે. તમારે મને રૂપિયા આપવા પડશે તેમ કહેતા મહિલાઓએ બેંકમાં બીજાના નામે લોન કરાવી તેમજ ઇડરમાં સોનાના દાગીના વેચી અને અન્ય જગ્યાએ દાગીના ગીરવે મૂકી ઠગ મહિલાને 7 લાખ રોકડ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મહિલાઓ જ્યારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેતી ત્યારે આ બંટી બબલી બંને અધિકારીઓને રોકડ રૂપિયા આપવાના હોવાથી માગણી કરતા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version