Site icon hindtv.in

રાજકોટ AIIMSના ગાર્ડ્સ દ્વારા યુવતીને માર મારવાનો મામલો

રાજકોટ AIIMSના ગાર્ડ્સ દ્વારા યુવતીને માર મારવાનો મામલો
Spread the love

રાજકોટ AIIMSના ગાર્ડ્સ દ્વારા યુવતીને માર મારવાનો મામલો
સમગ્ર ઘટનાના વધુ વીડિયો સામે આવ્યા
ગાંધીગ્રામ પોલીસે સિકયુરિટીની વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી

રાજકોટની એઈમ્સ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે અને એઈમ્સના મહિલા સિકયુરિટી ગાર્ડે દર્દીના પરિજનોને માર માર્યો હોવાની વાત સામે આવી છે, માર કેમ માર્યો તેનું કારણ અકબંધ છે અને સમગ્ર ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે સિકયુરિટીની વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

રાજકોટની એઈમ્સ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને એઈમ્સના સિક્યુરિટી પોતાને ડોન સમજતા હોય તે રીતે ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ દર્દીના સગાએ કર્યો છે, તો બબાલ થતા રોડ પર લોકોના ટોળા ભેગા થયા હતા અને કાયદાનો જાણે ડર જ ન હોય તે રીતે એમ.જે.સોલંકીની મહિલા ગાર્ડે માર માર્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર મામલો પહોંચ્યો ગાંધીગ્રામ પોલીસ મથકે અને ભોગ બનનારે એઈમ્સની સિક્યુરિટી મહિલાઓ વિરુદ્ધ આપી છે પોલીસ ફરિયાદ.

પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વાહન પાર્કિગ જેવી સામાન્ય બાબતમાં આ ઝઘડો થયો હોવાની વાત સામે આવી છે અને વાત એટલી વણસી ગઈ કે ફરજ પર હાજર રહેલી મહિલા સિકયુરિટીએ દર્દીના સગાને મારવાનું જ શરૂ કરી દીધુ હતુ અને અન્ય હોસ્પિટલમાં રહેલા દર્દીના સગાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો, હાલમાં આ મામલો ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો છે અને ભોગ બનનાર વ્યક્તિએ મહિલા સિક્યુરિટી ગાર્ડ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version