Site icon hindtv.in

ખેડા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો મામલો.

ખેડા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો મામલો.
Spread the love

ખેડા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો મામલો.
DHO વી. એસ. ધ્રુવેએ મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા.
CHO તેજસ પટેલના તમામ આક્ષેપો પાયા વિહોણા.

ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી રોકવા માટે 30 થી 50 હજાર રૂપિયા લેવાતા હોવાનો સનસનાટી ભર્યા આક્ષેપ થયા છે. આ આરોપ ખુદ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેનું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખંડન કરવામાં આવ્યું છે

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં માતર તાલુકાના પાલ્લા ગામના ચીફ હેલ્થ ઓફિસર તેજસ પટેલે એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે, જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓને હેરાન કરવા ખોટી રીતે બદલી કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં અને આરોગ્ય વિભાગમાં મોટો વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધિકારી વી.એ.ધ્રુવે પોતાની પ્રતિક્રિયા આપતા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે કર્મચારીઓને કામ કરવાનું કહેવામાં આવે અને તેઓ કામ ન કરે અથવા તેમની કામગીરી નબળી જણાય ત્યારે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તેમની બદલી કરવામાં આવતી હોય છે. આવી બદલીઓથી નારાજ થઈને કર્મચારીઓ દ્વારા આ પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવતા હોય છે.

વાયરલ થયેલા વિડિયોમાં તેજસ પટેલે આક્ષેપ કર્યો છે કે પાલ્લા આરોગ્ય કેન્દ્રમાંથી બે મહિલા કર્મચારીઓ અને હેલ્થ ઓફિસરની નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી છે. આ બદલીઓ પાછળ મોટા પાયે આર્થિક વહેવાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિડિયોમાં જણાવાયું છે કે તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી 30 થી 50 હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવી રહી છે. પાલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તેજસ પટેલ બાદ હવે વધુ એક મહિલા નર્સનો વિડિઓ વાયરલ થયો છે જે વીડિયોમાં ખેડા જિલ્લાના એક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર સ્પષ્ટ કહી રહ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version