Site icon hindtv.in

સુરતમાં બેગમાંથી યુવતીનો મૃતદેહ મળવાનો મામલો.

સુરતમાં બેગમાંથી યુવતીનો મૃતદેહ મળવાનો મામલો.
Spread the love

સુરતમાં બેગમાંથી યુવતીનો મૃતદેહ મળવાનો મામલો.
નજીકના વ્યક્તિએ જ હત્યા કર્યાનું પોલીસનું અનુમાન.
સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા પણ સ્થળ પર પહોંચ્યા

સુરત જિલ્લામાં ફરી એક વખત હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના કોસંબા નજીકથી એક બંધ બેગમાંથી અંદાજીત 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. બેગ રસ્તા કિનારે પડેલી હતી, જેને જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

સુરત જિલ્લામાં ફરી એક વખત હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે, મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકાના કોસંબા નજીકથી એક બંધ બેગમાંથી અંદાજીત 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો મૃતદેહ કાપડથી બાંધીને બેગમાં પેક કરવામાં આવ્યો હતો. યુવતીના ગળાના ભાગે ઇજાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા છે, જેના આધારે પોલીસએ પ્રાથમિક રીતે આ ઘટનાને હત્યાનો કેસ માની તપાસ શરૂ કરી છે. યુવતીનું મોઢું કાળું પડી ગયેલું હોવાનું પણ જણાયું છે.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મૃત મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે. યુવતીના હાથ પર ટેટૂ દોરાયેલું છે, જે તેના પરિચય સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ પુરાવો સાબિત થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસે મૃતદેહની ઓળખ તેમજ ઘટનાના કારણોને લઈને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version