સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કેનાલમાં કાર ખાબકી
ઓલપાડ તરફથી આવતી i20 કાર અચાનક કેનાલમાં પડી
સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કેનાલમાં કાર ખાબકવાની ઘટના સામે આવી છે. ઓલપાડ તરફથી આવતી i20 કાર અચાનક કેનાલમાં પડી ગઈ હતી.
સુરતમાંફરી એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં આઈ 20 કાર જહાંગીરપુરા કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે થોડો સમય માટે વિસ્તારમાં ભીડ એકત્ર થઈ હતી.

