Site icon hindtv.in

સુરતના અઠવા બ્રિજ પર દોડતી કારમાં આગ

સુરતના અઠવા બ્રિજ પર દોડતી કારમાં આગ
Spread the love

સુરતના અઠવા બ્રિજ પર દોડતી કારમાં આગ
કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ
ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો

સુરતના અઠવા બ્રિજ પર દોડતી કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવને લઈ ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વાહનોમાં પણ આગની ઘટનાઓ વધી રહી હોય તેમ અઠવા બ્રિજ પર દોડતી કારમાં આગ લાગી હતી. ધ બર્નિંગ કાર હોય તેમ બ્રિજ પર દોડતી કારમાં આગ લાગતા જ સમયસુચકતા વાપરી કારમાં સવાર લોકો બહાર નિકળી જતા જાનહાની ટળી હતી. તો કારમાં લાગેલી આગને લઈ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા જ ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો અને કારમાં લાગેલી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.

Exit mobile version