Site icon hindtv.in

સુરતના વાલક પાટીયા ચાર રસ્તા પાસે ચાલુ કારમાં આગ

સુરતના વાલક પાટીયા ચાર રસ્તા પાસે ચાલુ કારમાં આગ
Spread the love

સુરતના વાલક પાટીયા ચાર રસ્તા પાસે ચાલુ કારમાં આગ
ચાલુ કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી
મુસાફરો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી

સુરતના વાલક પાટીયા ચાર રસ્તા પાસેથી પસાર થતી ચાલુ કારમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં દોડતા વાહનોમાં આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરત શહેરના વ્યસ્ત એવા કામરેજ સુરત રોડ પર આવેલ વાલક પાટીયા ચાર રસ્તા પાસે એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે સદનસીબે કારમાં સવાર મુસાફરો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. કારમાં લાગેલી આગને લઈ ચાર રસ્તા વાહન વ્યવહાર થોડા સમય માટે ઠપ થઈ ગયો હતો. તો ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.

Exit mobile version