Site icon hindtv.in

સુરતમાં બાપા સીતારામ ચોક પાસે ચાલુ કારમાં આગ

સુરતમાં બાપા સીતારામ ચોક પાસે ચાલુ કારમાં આગ
Spread the love

સુરતમાં બાપા સીતારામ ચોક પાસે ચાલુ કારમાં આગ
ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
આગના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બાપા સીતારામ ચોક પાસે ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

સુરતમાં રોજેરોજ આગના બનાવો સામે આવી રહ્યા છે. ભર ઉનાળે આગના બનાવો બનતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના બાપા સીતારામ ચોક સીમાડા નાકા વિસ્તારમાં બની હતી, જ્યાં ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા, જેના કારણે રોડ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version