Site icon hindtv.in

સુરતના પાંડેસરાના ગણેશ નગર વિસ્તારમાં બસ ખાડામાં ફસાઈ

સુરતના પાંડેસરાના ગણેશ નગર વિસ્તારમાં બસ ખાડામાં ફસાઈ
Spread the love

સુરતના પાંડેસરાના ગણેશ નગર વિસ્તારમાં બસ ખાડામાં ફસાઈ
રોડ ધસી પડતાં બીઆરટીએસ બસ ખાડામાં ફસાઈ જતા અફરાતફરી
દુર્ઘટનામાં અંદાજે 10 થી 12 મુસાફરોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

સુરતના પાંડેસરાના ગણેશ નગર વિસ્તારમાં રોડ ધસી પડતાં બીઆરટીએસ બસ ખાડામાં ફસાઈ જતા અફરાતફરી સર્જાઈ હતી. તો આ દુર્ઘટનામાં અંદાજે 10 થી 12 મુસાફરોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતાં.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગર પાસે ગોકુલધામ આવાસ સામે અચાનક રોડ બેસી જતાં બીઆરટીએસ બસનો આગળનો ભાગ ઊંડા ખાડામાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં બસમાં સવારે 10 થી 12 જેટલા મુસાફરોને ઈજાઓ થતા તાત્કાલિક 108ને જાણ કરાઈ હતી. જેથી ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતને લઈ આખા વિસ્તારમાં ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Exit mobile version