ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી
અકસ્માતમાં 5 લોકોના મોત અને 17 થી વધુ ઘાયલ
વડોદરાના પાર્થ જોશીનું પણ અકસ્માતમાં મોત
ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. ટિહરીના પોલીસ અધીક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. 17 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે.
ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયા છે જેમાં મૃતકો દિલ્હી, ગુજરાત, યુપી અને બેંગલુરુના લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતના સૌથી વધુ 5 લોકો ઘાયલ પણ થયા હતા, અમદાવાદના ચૈતન્ય જોશી અને દીપલ જોશીને ગંભીર હાલતમાં AIIMS ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્યના પ્રશાંત ધ્રુવ, પ્રતિભા ધ્રુવ અને આનંદ પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા: દિલ્હીની અનિતા ચૌહાણ, ગુજરાતના પાર્થસારથી મધુસુદન જોશી, મહારાષ્ટ્રની નમિતા પ્રબોધ, બેંગલુરુના અનુજ વેંકટરમન અને ઉત્તર પ્રદેશના સહારનપુરના આશુ ત્યાગી. બધા મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
બસ 70 મીટર ઊંડી ખીણમાં પડતા બસમાં સવાર 29 થી વધુ લોકોની મદદ માટે SDRF અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRF ની પાંચ વધુ ટીમો રવાના કરવામાં આવી છે. બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. આ અકસ્માત નરેન્દ્રનગરના કુંજપુરી-હિંદોળાખાલ નજીક થયો હતો. ઘાયલોને ઋષિકેશના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર મહિલા અને એક યુવાનનો સમાવેશ થાય છે. બસ નંબર UK14PA1769 છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
