Site icon hindtv.in

અમદાવાદ સાણંદના ચાંગોદરમાં બ્લડ પ્લાઝમાનું રેકેટ ઝડપાયું.

અમદાવાદ સાણંદના ચાંગોદરમાં બ્લડ પ્લાઝમાનું રેકેટ ઝડપાયું.
Spread the love

અમદાવાદ સાણંદના ચાંગોદરમાં બ્લડ પ્લાઝમાનું રેકેટ ઝડપાયું.
ગ્રામ્ય એસઓજી એ મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી
ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી

અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચાંગોદર વિસ્તારમાં લોકો સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક ખૂબ જ ગંભીર અને મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરી, તેના બદલે ભેળસેળ કરીને નકલી પ્લાઝમા સપ્લાય કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓની પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે ચાંગોદર બાજુ એક ભાડાના મકાનમાં નકલી પ્લાઝમા બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ પાડી હતી, જ્યાંથી નકલી પ્લાઝમા બનાવવાનું મટીરીયલ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ, રફીક અને જીતેન્દ્ર સોલંકીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 11,00,000ની કિંમતના 1150 બ્લડ પ્લાઝમા યુનિટ, એક ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલ્સ, સીલિંગ મશીન, 34 ખાલી પ્લાઝમા બેગ અને ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું એક વાહન સહિત કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યો હોવાથી તેને આ આખી પ્રક્રિયાનું પૂરતું નોલેજ હતું. તે પ્લાઝમા કલેક્શન વાહનના ડ્રાઈવર જીતેન્દ્ર અને કો-ડ્રાઈવર રફીક સાથે મળીને આ ગુનો આચરતો હતો. જ્યારે આ ડ્રાઈવરો મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ઓરિજનલ પ્લાઝમા કલેક્ટ કરીને પરત ફરતા, ત્યારે તેઓ કંપનીમાં ડાયરેક્ટ ડિલિવરી કરવાના બદલે વાહન દિનેશના ઘરે લઈ જતા હતા. ત્યાં દિનેશ અસલી અને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાઝમા યુનિટ્સ કાઢી લેતો હતો અને જથ્થો જાળવી રાખવા માટે તેની જગ્યાએ સલાઈન વોટરવાળા નકલી પ્લાઝમા યુનિટ્સ ગાડીમાં ગોઠવી કંપનીમાં મોકલી દેતો હતો. આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવતી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version