સુરતના ચોક બજાર પોલીસને મોટી સફળતા
આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર આરોપી રૂત્વીક ઉર્ફે સોનીયો ઝડપાયો!
સુરતની ચોક બજાર પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતની ચોક બજાર પોલીસની ટીમ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને ગુનાખોરી ડામવા મેદાને છે ત્યારે બાતમીના આધારે સુરતની ચોક બજાર પોલીસે અગાઉ ચોક બજાર પોલીસ મથકની હદમાંથી દેશી હાથ બનાવટનો તમંચા સાથે પકડાયેલા આરોપી વિકાસ અશોક ભાર્ગવને તમંચો આપી જનાર વેડરોડ ખાતે રહેતો રૂત્વીક સોનીયો પોતાના વિસ્તારમાં આવ્યો હોવાની માહિતી મળતા ચોક બજાર પોલીસે વોચ ગોઠવી આરોપી રૂત્વીક ઉર્ફે સોનીયો પ્રકાશ નાથજોગીને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
