જૂનાગઢમાં પંચાળાના યુવાનના આપઘાત કેસમાં મોટો ખુલાસો.
પોલીસ તપાસમાં વધુ એક રાજકીય આગેવાનની સંડોવણી ખુલી.
કેશોદ તાલુકા પંચાયત પ્રમુખના પતિ મુખ્ય આરોપી હોવાનું આવ્યું સામે.
તારીખ 27મી જુલાઈએ જૂનાગઢના કેશોદ તાલુકાના પંચાળા ગામના નાગજી ચુડાસમા નામના યુવકે ગળેફાંસો ખાઈ કરી લીધેલી આત્મહત્યાના કેસમાં નવો વળાંકો આવ્યો છે.
જૂનાગઢના કેશોદ તાલુકાના પંચાળા ગામના નાગજી ચુડાસમાએ સુસાઈડ પહેલા બનાવેલા વીડિયોમાં કેશોદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સામે પણ ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે. મૃતક યુવકે સુસાઈડ પહેલા બનાવેલાવીડિયોમાં ભરત ઉર્ફે ભાનુ ઓડેદરા જ મુખ્ય જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. નાગજી ચુડાસમાના આપઘાત કેસમાં પોલીસ આ પહેલા બે લોકોની ધરપકડ કરી છે. નાગજી ચુડાસમાની આત્મહત્યા બાદ પોલીસને તેના મોબાઈલમાંથી વીડિયો મળી આવ્યા હતા. જેમાં પોતે ભાનુ ઓડેદરા સહિત ત્રણ લોકોના ત્રાસના કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું જણાવી રહ્યો છે. આ વીડિયોમાં મૃતકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પોતાની આત્મહત્યાનું મુખ્ય કારણ તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભરત ઉર્ફે ભાનુભાઈ ઓડેદરા છે. વીડિયોમાં મૃતકે ભાનુ ઓડેદરા અને ભૂરો ચાંચિયા પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, “ભૂરો મને મારવાની કોશિશ કરે છે અને ભાનુ ઓડેદરા તો આ કૃત્યના મુખ્ય જવાબદાર છે.”
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામના નાગજીભાઈ મગનભાઈ ચુડાસમાએ 27મી જુલાઈએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની રેખાબેન ચુડાસમાએ બે વ્યક્તિઓ – ભરત ઉર્ફે ભુરો કાન્તભાઈ ચાંચિયા અને કરસનભાઈ સોલંકી – વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાની કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દટીવી

