સુરતના ડીંડોલી વિસ્તારમાં રોડ અચાનક બેસી જતાં રસ્તા પર મોટો ખાડો
મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા
ન્યૂ ડીંડોલી તરફ જતો અંદાજે 100 મીટર લાંબો રોડ બેસી ગયો
સુરતના ડીંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા હોય તેમ ન્યૂ ડીંડોલી તરફ જતો અંદાજે 100 મીટર લાંબો રોડ અચાનક બેસી જતાં રસ્તા પર મોટો ખાડો પડ્યો હતો.
સુરતના ડીંડોલી વિસ્તારમાં વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ન્યૂ ડીંડોલી તરફ જતો અંદાજે 100 મીટરનો રોડ અચાનક જમીનમાં બેસી ગયો હતો. રોડ ધસી પડવાની આ ઘટનામાં એક ડમ્પર પણ રસ્તા સાથે ખાડામાં ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ જેસીબી મશીનોની મદદથી ડમ્પર અને અન્ય સામગ્રીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

