Site icon hindtv.in

વાલોડના બુહારી ગામે મોટું જુગારધામ ઝડપાયું

વાલોડના બુહારી ગામે મોટું જુગારધામ ઝડપાયું
Spread the love

વાલોડના બુહારી ગામે મોટું જુગારધામ ઝડપાયું
એલસીબી-પેરોલ ફર્લો સ્કોડની રેઇડમાં 12 જુગારી ઝડપાયા,
12 જુગારી ઝડપાયા, ₹55,650નો મુદ્દામાલ કબજે

વાલોડ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે વાલોડ તાલુકાના બુહારી ગામે સફળ રેઇડ કરી મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે.

તા. ૦૫/૦૯/૨૦૨૬ના રોજ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.જી.રાવલ અને પેરોલ ફર્લો સ્કોડના પી.આઈ. શ્રી જે.બી.આહિરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીદારો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, બુહારી ગામના વાડી ફળીયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો જાહેરમાં પૈસા મૂકીને ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૧૨ આરોપીઓ—જયેશભાઇ પટેલ, અમિતકુમાર પ્રજાપતિ, અંકિત ભંડારી, વિપુલભાઇ રાઠોડ, રોનીતભાઇ રાઠોડ, ચેતનકુમાર રાઠોડ, અજયભાઇ ગામીત, રોહિતકુમાર નાયકા, ચેતનભાઇ પટેલ, મોઇન રફિકભાઇ મેમણ, દિપકભાઇ ગામીત અને નિતેશભાઇ ગામીતને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂા. ૩૪,૧૫૦/-, ૧૨ મોબાઈલ ફોન કિંમત રૂા. ૨૧,૫૦૦/- તથા ગંજીપાનાના સેટ્સ સહિત કુલ રૂા. ૫૫,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેઓને વાલોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે..

Exit mobile version