Site icon hindtv.in

આદિપુરમાં હરિદ્વાર યાત્રાના નામે મોટી છેતરપિંડી

આદિપુરમાં હરિદ્વાર યાત્રાના નામે મોટી છેતરપિંડી
Spread the love

આદિપુરમાં હરિદ્વાર યાત્રાના નામે મોટી છેતરપિંડી
માત્ર 5000 રૂપિયામાં યાત્રાની લાલચ આપી શ્રદ્ધાળુઓ લૂંટાયા
આદિપુર નગરપાલિકા કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલી આચરાયું કૌભાંડ

પાલનપુરમાં હરિદ્વારમાં કથાના નામે યાત્રાળુઓ પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી મામલે હોબાળો મચ્યો હોવા છતાં પોલીસે હાલ તેને સ્પષ્ટ છેતરપિંડીનો ગુનો માન્યો નથી.

પોલીસના પ્રાથમિક મત મુજબ જાહેર કરાયેલી તારીખ દરમિયાન જો ટ્રાવેલ્સ હરિદ્વાર જવા માટે ઉપડે નહીં અને પત્રિકામાં દર્શાવ્યા મુજબની સુવિધાઓ તથા કાર્યક્રમો યોજાય નહીં, ત્યારે જ ફ્રોડ ગણાય તેવી સ્થિતિ ઊભી થશે. પાલનપુર સહિત આસપાસના વિસ્તારોના 140થી વધુ લોકો પાસેથી હરિદ્વાર યાત્રા માટે પ્રતિ વ્યક્તિ રૂ.5 હજાર એડવાન્સ લીધા હતા. આ રીતે અંદાજે 7 લાખ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

યાત્રા માટે તા. 22 મેના રોજ સવારે હરિદ્વાર જવા બસ રવાના થવાની હતી ગુરુવારે યાત્રા માટે તૈયારીઓ દરમિયાન કેટલાક લોકોને સમગ્ર આયોજન શંકાસ્પદ લાગતા હોબાળો મચ્યો હતો. સ્થાનિકોએ યુવકને પકડીને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચાડ્યા હતા. જોકે, પ્રાથમિક તપાસ બાદ પોલીસે હાલ માત્ર જાણવાજોગ અરજી લીધી છે. પોલીસનું કહેવું છે કે યાત્રા માટે જાહેર કરાયેલી તારીખ હજુ પૂર્ણ થઈ નથી અને આયોજકોને કાર્યક્રમ યોજવાનો સમય બાકી છે. તેથી તાત્કાલિક ગુનો નોંધવાની સ્થિતિ હાલ ઉભી થઈ નથી.અટકાયત કરાયેલા બંને યુવકોને બાદમાં જામીન પર મુક્ત કર્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version