બારડોલીમાં આજે પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાયો
1008 પુણ્યનંદગીરી નો આજે પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાયો
પટ્ટાભિષેક કાર્યકર હોય અનેક સંતો મહંતો દેશ ભર માંથી ઉપસ્થિત રહ્યાં
પૂનમ માસી એવા 1008 પુણ્યનંદગીરી નો આજે પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાયો હતો. બહુપ્રચલીત ગિરનારી માતાજી સહિત દેશભર માંથી મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યાં હતાં.
બારડોલી પ્રદેશ અને સુરત જિલ્લા માં વર્ષો થી કિન્નર સમાજ માંથી પૂનમ બા પ્રતિનિધિત્વ કરતા આવ્યાં છે. અને ઘણા વર્ષો થી કિન્નર સમાજ માટે કર્યો કરતાં આવ્યાં છે. જોકે પૂનમ માસી ના નામ થી પંથક માં પ્રચલિત તેઓ એ સનાતન ધર્મ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. જેઓ હવે આંતર રાષ્ટ્રીય કિન્નર અખાડા ના મહામંડલેશ્વર બન્યાં છે. જેથી આજે તેઓ નો બારડોલી ખાતે પટ્ટાભિષેક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેઓ ને આજે પૂનમ માસી સાથે મહામંડલેશ્વર 1008 પુણ્યનંદગીરી નું ઉપનામ પણ મળ્યું છે. પૂનમ માસી બા નો આજે પટ્ટાભિષેક કાર્યકર હોય અનેક સંતો મહંતો દેશ ભર માંથી ઉપસ્થિત રહ્યાં હતાં. મહામંડલેશ્વર તરીકે પૂનમ બા ને પુણ્યનંદગીરી નું નામ અપાયું હતું. આ પ્રસંગે મેવાડ થી આવેલ શ્રી શ્રી 1008 ઈશ્વરી નંદગીરી જેઓ નાશમુક્ત ભારત નું બીડું લઈ ને નીકળ્યા છે. તેમણે ગુજરાત માં વધતા નશા ના કારોબાર ને લઇ સૂચક નિવેદનો કર્યા હતાં.
બારડોલી ખાતે આયોજિત આ પટ્ટાભિષેક કાર્યક્રમ માં કિન્નર અખાડા ના વિખ્યાત ગિરનારી માતાજી પણ હાજર રહ્યાં હતાં . સાથે જ સુરત નો કિન્નર સમુદાય ના અનેક માસી ઓ ઉપસ્થિત રહી શ્રી શ્રી 1008 પુણ્યનંદગીરી નું બહુમાન કર્યું હતું. પટ્ટાભિષેક બાદ નગર માં યાત્રા પણ યોજવામાં આવી હતી.

