Site icon hindtv.in

સુરતના મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાંથી રોકડ ભરેલી બેગની ચોરી

સુરતના મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાંથી રોકડ ભરેલી બેગની ચોરી
Spread the love

સુરતના મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાંથી રોકડ ભરેલી બેગની ચોરી
સલાબતપુરા પોલીસે કારમાંથી રોકડ ભરેલી બેગ ચોરનાર રીઢાને ઝડપી પાડ્યો

સુરતની સલાબતપુરા પોલીસે મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કારમાંથી રોકડ ભરેલ બેગની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં રોજેરોજ ઘરફોડ ચોરી સહિતના ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાર્ક વેપારીની કારમાંથી અજાણ્યો લાખોની રોકડ ભરેલ બેગની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાતા સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી કેમેરા તપાસવાની સાથે હ્યુમન સોર્સીસની મદદથી મળેલી બાતમીના આધારે મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાક કારમાંથી 2.50 લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોર પ્રિન્સ ઉર્ફે કાળુ પ્રવિણ મેંદપરાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ રોકડ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version