Site icon hindtv.in

તાપીમાં 7 વર્ષની છોકરી સાથે થયો બલાત્કાર

તાપીમાં 7 વર્ષની છોકરી સાથે થયો બલાત્કાર
Spread the love

નિઝરના વેલદા ગામે માનવતાને કલંકિત કરતી ઘટના
65 વર્ષના ઇસમેં 7 વર્ષની છોકરી સાથે જબરદસ્તી કર્યો બલાત્કાર
છોકરી આરોપી દશરથના દુકાને પેપ્સી લેવા ગઇ હતી
નિઝર પોલીસે આરોપી દશરથ બધુંની ધરપકડ કરી

મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાપીમાં 65 વર્ષના વૃદ્ધે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા ચકચારી મચી ગઈ હતી. બાળકી આરોપીની દુકાને પેપ્સી લેવા ગઈ હતી જ્યાં નરાધમે તેને પીંખી નાંખી હતી. નિઝર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દશરથ બધુંની ધરપકડ કરી લીધી છે.

તાપીમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાં તાપીના વેલદા ગામે માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. તપાસમાં 65 વર્ષના દુકાનદારે બાળકી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. ભોગ બનેલી બાળકી આરોપી દશરથના દુકાને પેપ્સી લેવા ગઇ હતી. બાદમાં આરોપીએ પોતાના ઘરમાં લઈ જઇ બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ અંગે છોકરીના પિતાએ નિઝર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.

રાજ્યમાં સતત બનતી આવી ઘટનાના કારણે હવે ગુજરાતમાં મહિલા અને દીકરીઓની સુરક્ષિત હોવાના પોકળ સાબિત થઈ રહ્યા છે. મહિલા અને દીકરીઓ ઘરની પાસેની દુકાનમાં વસ્તુ લેવા જતા દરમિયાન પણ સુરક્ષિત નથી. એવામાં ગુજરાતની સુરક્ષા અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઊભો થાય છે.

Exit mobile version