Site icon hindtv.in

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષના બાળકનું મોત

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષના બાળકનું મોત
Spread the love

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષના બાળકનું મોત
બાળકના મોત બાદ પરિવારજનોના જીઈબીની બેદરકારીના આક્ષેપ
જીઈબીની બેદરકારીને જવાબદાર ઠેરવી ગંભીર આક્ષેપો કર્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષના બાળકના મોત બાદ પરિવારજનોએ જીઈબીની બેદરકારીને જવાબદાર ઠેરવી ગંભીર આક્ષેપો કર્યા છે.

સુરતના લિંબાયત વિસ્તારના અસ્તિક નગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 3 વર્ષના માસૂમ બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક બાળકના પરિવારજનોએ આ ઘટનામાં જીઈબીની બેદરકારીને જવાબદાર ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લા અને જોખમી ઈલેક્ટ્રિક વાયર પડ્યા હતા, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પરિવારજનોએ વધુમાં આરોપ લગાવ્યો છે કે આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે માસૂમ બાળકનો જીવ બચી શક્યો હોત તેવી લાગણી પરિવારજનોએ વ્યક્ત કરી છે.

Exit mobile version