Site icon hindtv.in

28 વર્ષીય યુવકની ડુમ્મસ લંગર ખાતે થઈ હત્યા..

28 વર્ષીય યુવકની ડુમ્મસ લંગર ખાતે થઈ હત્યા..
Spread the love

28 વર્ષીય યુવકની ડુમ્મસ લંગર ખાતે થઈ હત્યા..
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની કરી ધરપકડ..
યુવતી સાથે પ્રેમ સંબંધની શંકામાં દેવ ખલાસીની કરાઈ હત્યા..
બે જુવેનાઈલ સહીત કુલ 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ..
પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઇ જઈ કર્યું રિકન્સ્ટ્રકશન.

શહેરના ડુમસ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં સગીર અને તેના અન્ય મિત્રોએ મળી 28 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એક યુવતી 28 વર્ષીય યુવકની હત્યાનું કારણ બની હતી. “મારા મિત્રને કેમ હેરાન કરે છે,” તેમ કહી યુવકને ડુમસ લંગર નજીક બોલાવી તેની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં પોલીસે બે જુવેનાઈલ સહીત કુલ 6 આરોપીઓની ની પોલીસે કરી ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું

સુરતમાં સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. શહેરના ડુમસ વિસ્તારમાં ઈન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજ કરવા બદલ યુવક અને વિદ્યાર્થી વચ્ચે બોલાચીલ થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. એક સગીર વિદ્યાર્થીએ ચપ્પુનો ઘા મારી યુવકની હત્યા નિપજાવી છે. પોલીસે આ મામલે સગીર સહિત 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે યુવકનું મોત નિપજ્યું છે તેનું નામ સ્ટીવન સંજય ઘંટીવાલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ હત્યાની પાછળ જે કારણ બહાર આવ્યું છે તે ઈન્સ્ટાગ્રામ પર કરાયેલો અભદ્ર મેસેજ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ડુમસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમસમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધો હતા. તે યુવતીને આરોપીઓમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો. તે ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક હોય તેમ લાગતાં દેવ અને આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે આરોપીઓએ દેવને ડુમસના લંગર સર્કલ પાસે મળવા બોલાવ્યા હતા.

બોલાવ્યા પછી દેવ, સ્ટીવન અને તેમના બીજા બે મિત્ર સાથે પહોંચ્યો હતો. ત્યાં જ આરોપીઓ જેમાં 16 વર્ષીય સગીર સહિત 6 શખ્સો સામેલ હતા તેઓ અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝઘડો હાથાપાઈમાં ફેરવાયો હતો. આ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલો ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો હતો. ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુ 2 ઇંચ અંદર ઘૂસી ગયું હતો. પરિણામે લોહી વહી જતાં સ્ટીવનને ગંભીર ઇજા પહોંચી અને હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું.આ મામલે પોલીસે બે જુવેનાઈલ સહીત કુલ 6 આરોપીઓની કરી ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું

Exit mobile version