સુરતની લાજપોર જેલમાં 26 વર્ષીય કાચા કામના કેદીનું મોત
વર્ષ 2022થી જેલમાં બંધ કેદીનું બેરેકમાં મોત નીપજ્યું
કેદીના મોતનું કારણ હજી અકબંધ
કયા સંજોગોમાં મોત થયું તે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે
સુરતની લાજપોર જેલમાં 26 વર્ષીય કાચા કામના કેદીના મોત નિપજ્યુ હતું. વર્ષ 2022થી જેલમાં બંધ કેદીનું બેરેકમાં મોત થયું થતા કયા સંજોગોમાં મોત થયું તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં 26 વર્ષીય કાચા કામના કેદીનું મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. મૃતક કેદીની ઓળખ મનીષભાઈ ઉર્ફે સુચિત્ર, પૂર્વે વિચિત્ર બાબુ ઉર્ફે પુરી કુર્મિ પટેલ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, વાગ્યાના ત્રણ અરસામાં બેરેકમાં આ ઘટના બની હતી. મૃતક વર્ષ 2022થી કાચા કામના આરોપી તરીકે જેલમાં બંધ હતો. પાંડેસરા અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા સહિતના ગુનાઓમાં તે આરોપી હતો. હાલ કેદીનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

