Site icon hindtv.in

સુરતમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી

સુરતમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી
Spread the love

સુરતમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી
ડિંડોલી પોલીસે નરાધમને ઝડપી સળીયા પાછળ ધકેલ્યો
આરોપી રફીક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી

સુરતની ડિંડોલી પોલીસે 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારનાર નરાધમને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષિય સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચે સગીરા પર નરાધમ રફીકએ બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમ રફીકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં બિહાર મોકલી દીધી હતી. જો કે યુપીના મહોબા રેલ્વેસ્ટેશન પરથી રેલ્વે પોલીસે સગીરાને બચાવી સુરત પોલીસને સોંપી હતી. હાલ તો ડિંડોલી પોલીસે આરોપી રફીક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version