સુરત : વરાછા વિસ્તારમાં 16 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ
ફાર્મ હાઉસમાં લઇ જઈ કૈફી પદાર્થ પીવડાવી આચર્યું દુષ્કર્મ
સોશિયલ મીડિયા થકી કિશોરીને નરાધમે ફસાવી હતી
ફરિયાદના આધારે આરોપી હાર્દિક કાછડની પોલીસે કરી ધરપકડ
સુરતની વરાછા પોલીસે કિશોરી પર ફાર્મ હાઉસમાં બળાત્કાર ગુજારનાર નરાધમ ને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતમાં પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજારવાના બનાવો બને છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષિય કિશોરી સાથે સોશીયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી નરાધમ આરોપી હાર્દિક કાછડ કિશોરીને ફરવાના બહાને ફાર્મ હાઉસ લઈ ગયો હતો જ્યાં કેફી પ્રદાર્થ પિવડાવી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને લઈ કિશોરીએ પરિવારજનોને જાણ કરતા વરાછા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે નરાધમ હાર્દિક કાછડને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

