મહેસાણામાં 15 વર્ષની કિશોરીનો આપઘાત.
પંડિત દિનદયાળ ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદી કર્યો આપઘાત.
કિશોરીએ શા માટે આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ.
ગુજરાતના મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં બનેલી બે અલગ-અલગ દુઃખદ ઘટનાઓએ સમગ્ર રાજ્યને વિચારતા કરી દીધું છે. એક તરફ મહેસાણામાં 15 વર્ષીય સગીરાએ છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, તો બીજી તરફ અરવલ્લીમાં ધોરણ-10 ના પરિણામના ડરથી એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.
મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં બનેલી બે અલગ-અલગ દુઃખદ ઘટનાઓએ સૌને ચોંકાવી દીધા છે. મહેસાણામાં પંડિત દિનદયાળ આવાસ યોજનાના ફ્લેટમાંથી એક 15 વર્ષીય સગીરાએ છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હાથિયા ગામમાં ધોરણ-10ની પૂરક પરીક્ષાના પરિણામને લઈને માનસિક તણાવમાં રહેલા એક 15 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. બંને બનાવોએ સમાજમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને પોલીસ બંને કેસમાં તપાસ કરી રહી છે.
મહેસાણામાં બનેલી ઘટનાની વિગતો મુજબ, પંડિત દિનદયાળ આવાસ યોજનાના ફ્લેટમાં એક 15 વર્ષીય સગીરાએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી. સગીરા આવાસ યોજનાની નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી હતી અને અન્ય સોસાયટીમાંથી આવાસ યોજનાના ફ્લેટમાં આવીને તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. છઠ્ઠા માળેથી નીચે પટકાતા સગીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

