Site icon hindtv.in

રાજકોટમાં 12 વર્ષની બાળકી ગર્ભવતી બની

રાજકોટમાં 12 વર્ષની બાળકી ગર્ભવતી બની
Spread the love

રાજકોટમાં 12 વર્ષની બાળકી ગર્ભવતી બની
કૌટુંબિક ભાઈ અને તેના મિત્રએ બાળકી પર આચર્યું દુષ્કર્મ.
સગીરાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવાઈ.
તબીબી પરીક્ષણમાં સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યું.

રાજકોટમાં ધો.5 માં અભ્યાસ કરતી કિશોરી ઉપર બે કિશોરે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટમાં 12 વર્ષની બાળકીના ગર્ભવતી બનવાની ઘટના અંગે રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનનારી કિશોરીની ઉંમર 12 વર્ષ છે. થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. બીજા દિવસે તેના પેટમાં દુખાવો ઊપડતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. એ વખતે તબીબે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું કહેતાં તેનાં માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પરિવારજનોએ બાળકીની પૂછપરછ કરતાં તેના પાડોશમાં રહેતાં કિશોરનું નામ આપ્યું હતું, જેથી બાળકીની માતાએ તેના વિરુધ્ધ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્ર પોલીસે 0 નંબરથી ફરિયાદ નોંધી બી-ડિવિઝન પોલીસ તરફ મોકલી આપી હતી, જેના આધારે પીઆઇ એસ.એસ. રાણેએ તપાસ શરૂ કરી હતી. દુષ્કર્મ કરનાર એક કિશોરની ઉંમર 16 વર્ષ આસપાસ છે. જયારે બીજાની ઉંમર 13 વર્ષની આસપાસ છે. 16 વર્ષનો કિશોર ભોગ બનનાર કિશોરીનો કૌટુંબિક ભાઈ છે

ભોગ બનનારી કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું, જ્યારે ભોગ બનનાર કિશોરીનો જે નજીકનો સંબંધી છે તેણે 6થી 7 વખત દુષ્કર્મ ગુજાર્યાનું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ભોગ બનનારી કિશોરીએ પોલીસને જણાવ્યું કે તેનાં માતા-પિતા જ્યારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી કિશોર ઘરે આવી તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હતો. જ્યારે તેના સંબંધી કિશોરના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભોગ બનનારી કિશોરીની માતાએ બીજા લગ્ન કર્યા છે. ભોગ બનનાર કિશોરી તેની આગલા ઘરની પુત્રી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version