સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં સુમન શાળાનો વિવાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં સુમન શાળાનો વિવાદ
સુમન શાળા ખસેડવાના નિર્ણયને લઈ આપ કોર્પોરેટરો દ્વારા વિરોધ
સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફીસ બહાર ધરણાં કરાયા

સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં સુમન શાળા ખસેડવાના નિર્ણયને લઈ આપ કોર્પોરેટરો દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફીસ બહાર ધરણાં કરાયા હતાં.

સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાનો વિવાદ વકર્યો છે. કતારગામ ઝોનમાં સુમન શાળા ખસેડવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જેમાં ડો. કિશોર રૂપારેલિયા, દિપ્તી સાકરીયા સહિતનાઓ છેલ્લા બે દિવસ થી મનપાની મુખ્ય કચેરીએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણાં પર ઉતર્યા છે. શાળા ખસેડવાના નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના બાળકોના ભવિષ્યને અસર થશે તેમ ડૉ. કિશોર રૂપારેલિયાએ જણાવ્યુ હતું અને કહ્યુ હતુ કે બિલ્ડરો અને ભાજપના મળતીયાઓની નજર આ જમીન પર હોવાથી વર્ક ઓર્ડર આપ્યા બાદ શાળાનું સ્થળ બદલી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. તો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *