ગુજરાત ગાંધીનગરમાં જર્મની ભારત વચ્ચે થયા મહત્વના કરાર

Featured Video Play Icon
Spread the love

ગુજરાત ગાંધીનગરમાં જર્મની ભારત વચ્ચે થયા મહત્વના કરાર
સંરક્ષણ, શિક્ષણમાં પરસ્પર સહયોગ વધુ મજબૂત બનશે
આતંકવાદ પર બંને દેશોની ઝીરો ટોલરન્સ પોલિસી

ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વિપક્ષીય બેઠક કરી. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરમાં મળેલી સીઈઓ ફોરમ બેઠકમાં બંને દેશ વચ્ચે પરસ્પર મહત્વના કરારો થયા.

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર (Mahatma Temple) ખાતે મળેલી બેઠકમાં બંને નેતાએ મહત્વના મુદ્દાઓ પર વાર્તાલાપ કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક અગત્યના કરાર કરવામાં આવ્યા. બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું, તેમણે જર્મન ચાન્સેલરનું સ્વાગત પણ કર્યું હતું. અને હતું કહ્યું કે જર્મની સાથે સંબંધો વધુ મજબૂત બનાવવાની દિશામાં ભારતનો આ કદમ છે.

જર્મની ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની આ યાત્રા ભારત સાથેના સંબંધોની મજબૂતી દર્શાવે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને 25 વર્ષ પૂર્ણ થયા છે. બે હજારથી વધુ જર્મન કંપનીઓ ભારતમાં છે. જર્મનીનો ભારત પરનો અતૂટ વિશ્વાસ ચાન્સેલરની આ મુલાકાત દર્શાવે છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે બંને દેશની જરૂરિયાત સમાન છે. બંને દેશો અનેક ક્ષેત્રોમાં નવી ભાગીદારી આગળ વધારી રહી છે. જર્મની સાથે તકનીકી સંબંધો વધુ મજબૂત થયા છે. બંને દેશોએ રમત-ગમત ક્ષેત્રમાં પણ આગળ વધવા નિર્ણય કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *