સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે બસ ફસાઈ
પાઈપ રીપેરીંગ માટે ખોદાયેલા ખાડામાં બસ ફસાઈ
બસ ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ
સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે પાઈપ રીપેરીંગ માટે ખોદાયેલા ખાડામાં બસ ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
સુરતના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે પાઈપ રીપેરીંગની પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. પાઈપ રીપેરીંગ માટે ખોદાયેલા ખાડામાં ખાનગી લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. બસમાં મુસાફરો બેઠા હતા તે સમયે બસ ફસાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો બનાવને લઈ ત્વરિત મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દઈ ભારે જહેમતે બસને ખાડામાંથી બહાર કઢાઈ હતી. જો કે ટ્રાફિકને લઈ લોકો પરેશાન થયા હતાં.
