સુરતની ઉત્રાણ પોલીસે ભય ફેલાવનારાઓને ભાન કરાવ્યું
મારામારી કરી લોકોમાં ભય ફેલાવનારાઓને ઝડપ્યા
રાહુલ ગૌસ્વામી, કૌશીક કરમટીયા, સાહિલ ગોસ્વામી,
લાલજી મકવાણા, મહેન્દ્ર ગોસ્વામી, ધવલ બારૈયા, સાગર બારૈયા,
સુનિલ મકવાણા, અર્જુન વાળા, નિરવ ડાભી અને જયેશ પટેલીયાને ઝડપ્યા
સુરતની ઉત્રાણ પોલીસે જાહેરમાં મારામારી કરી લોકોમાં ભય ફેલાવનારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચનાને લઈ ઉત્રાણ પીઆઈ ડીયુ બારડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉત્રાણ પોલીસ મથકની હદમાં જાહેરમાં મારામારી કરી લોકોમાં ભય ફેલાવવાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ રાહુલ ગૌસ્વામી, કૌશીક કરમટીયા, સાહિલ ગોસ્વામી, લાલજી મકવાણા, મહેન્દ્ર ગોસ્વામી, ધવલ બારૈયા, સાગર બારૈયા, સુનિલ મકવાણા, અર્જુન વાળા, નિરવ ડાભી અને જયેશ પટેલીયાને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
