સુરતના મગદલ્લા ખાતે દરિયામાં બોટ પલ્ટી ગઈ
કોલસો ટ્રાન્સફર કરતી વેળાએ બોટ પલ્ટી ગઈ
છ લોકો કુદી જતા તેઓનો બચાવ થયો
સુરતના મગદલ્લા ખાતે આવેલ દરિયામાં કોલસો ટ્રાન્સફર કરતી વેળાએ બોટ પલ્ટી ગઈ હતી જો કે બોટમાં સવાર તમામ છ લોકો કુદી જતા તેઓનો બચાવ થયો હતો.
સુરતના મગદલ્લા ખાતે દરિયામાં દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. વાત એમ છે કે વિદેશથી આવતા કોલસો ટ્રાન્ફર કરતી વેળાએ એક કોલસો ભરેલી બોટ પલ્ટી મારી ગઈ હતી. બોટ પલ્ટી રહી હતી તે સમયે તેમાં છ લોકો સવાર હતા જે તમામ લોકોએ કુદી ને જીવ બચાવ્યો હતો. ત્યાં નજીકમાં જ અન્ય બોટ પણ હોય તે બોટ દ્વારા તમામ છ લોકોને રેસ્ક્યુ કર્યા હતાં.
