જામનગરમાં વીજ બિલ બાકીદારો સામે પીજીવીસીએલની સખત કાર્યવાહી
1.22 લાખથી વધુ ગ્રાહકોનું 62.34 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી
કરોડોનું બાકી વીજ બિલ ઉઘરાવવા તંત્ર એક્શનમાં
જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લામાં વર્ષ-2025માં પીજીવીસીએલના 1,22,811 વીજ ગ્રાહકોના રૂ.62.34 કરોડ જેટલી બાકી લેણી રકમની વસુલી માટે વીજતંત્રએ કડક હાથે ઉઘરાણી કરવા માટે જોડાણની 100 ટીમોએ કડક હાથે ઉઘરાણી શરૂ કરી છે અને 28,429 વીજ ગ્રાહકો પાસેથી વસુલ કરી છે. જેમાં 547 જેટલા વીજ ગ્રાહકોના વીજજોડાણ કાપી નાંખવામાં આવ્યા છે.
જામનગર તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના પીજીવીસીએલના નાણાંકીય વર્ષ 2025-26 ના ડિસેમ્બર મહિનામાં બાકી વીજબિલની રકમમાં મોટો વધારો નોંધાયો છે. બંને જીલ્લામાં મળી કુલ 1,22,811 બાકીદારો પર રૂ. 62.34 કરોડ જેટલી લેણી રકમ બાકી હોવાથી કંપની દ્વારા તાત્કાલિક અને કડક વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બાકીદારો સામે કાર્યવાહી કરવા માટે દૈનિક 100થી વધુ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે ઘર ઘર જઈ મીટર, સર્વિસ લાઈન તેમજ જરૂર પડે ત્યારે ટી.સી. ઉતારી લેવા સુધીની કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશમાં 28,429 ગ્રાહકોએ રૂ. 17.75 કરોડની બાકી રકમ ભરપાઈ કરી દીધી છે. 547 ગ્રાહકોએ અનેક સૂચનાઓ બાદ પણ બાકી રકમ ભરપાઈ ન કરતાં, તેમના વીજ જોડાણો કંપનીના નિયમો મુજબ કાપી નાખવામાં આવ્યા છે. હાલ પણ 93,835 બાકીદારો પર રૂ. 42.64 કરોડની લેણી છે, જેની વસૂલાત માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે.
વીજ બીલના નાણાં ભરપાઈ કરવા માટે વીજ તંત્ર દ્વારા ઈ.સી.એસ., ડેબીટ કાર્ડ-ક્રેડીટ કાર્ડ , પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરી ખાતેના પીઓએસ મશીન દ્વારા, કંપનીની વેબસાઈટ મારફત યુપીઆઈ મોડથી, ઈન્સ્ટા પેમેન્ટ તેમજ ઈ-વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઈટ મારફત, એસટીએમ મશીન અને આરટીજીએસ તેમજ એનઈએફટી દ્વારા વીજ બીલો ચુકવણા કરી શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
