દાહોદ વિદેશી દારૂ રૂપિયા ૭૪.૧૦ લાખની કિંમત દારૂ ઝડપી પાડતી દાહોદ પોલીસ
ભારતીય બનાવટની દારૂ પેટીઓ નંગ-૫૦૫ પકડી પાડી
૭૪.૧૦ લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો
ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું
બુટલેગરો દ્વારા અવનવા કેમિયો કરી દાહોદ માં દારૂ ઘુસાડવામાં આવે છે
દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લાગતી ગુજરાત પાસીંગ ની ટાટા કંપનીની ટ્રક ઉભી રખાવી ગાડીની તલાસી લઈ ગાડીમાં ભરેલ પશુ આહાર દાણના કટ્ટાઓની આડમાં સંતાડીને લઈ જવાતા અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂની રૂપિયા ૭૪.૧૦ લાખની કિંમતની પેટીઓ નંગ-૫૦૫ પકડી પાડી કબજે લઈ તેના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લાગતી ગુજરાત પાસીંગ ની ટાટા કંપનીની ટ્રક ઉભી રખાવી ગાડીની તલાસી લઈ ગાડીમાં ભરેલ પશુ આહાર દાણના કટ્ટાઓની આડમાં સંતાડીને લઈ જવાતા અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂની રૂપિયા ૭૪.૧૦ લાખની કિંમતની પેટીઓ નંગ-૫૦૫ પકડી પાડી કબજે લઈ તેના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ઠંડીની મોસમમાં વિદેશી દારૂની વધતી માંગ તથા રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં થી વિપુલ પ્રમાણ માં વિદેશી દારૂ વાયા દાહોદ ઝાલોદ થઈ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સપ્લાય કરવાની બુટલેગરોની પ્રવૃત્તિ તેજ બનતા સક્રીય બનેલ દાહોદ જિલ્લા પોલીસમાં જાણે દારૂ પકડવાની હોડ લાગી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ એલસીબી પોલીસે જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી રૂપિયા બે કરોડ ઉપરાંત ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થા સાથે રૂપિયા ૪૦ લાખની કિંમતની ચાર જેટલી ગાડીઓ પકડી ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવાની બુટલેગરોની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. આ વાતને હજી ૨૪ કલાક જ વિત્યા છે, ત્યાં તો કતવારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ગુજરાત અને મધ્યપ્રદેશ ની સરહદે આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસ સ્ટેશનના પીઆઇ યુએમ ગામીત પોતાના સ્ટાફના પોલીસ કર્મી એ.એસ.આઇ ભુપેન્દ્રભાઈ પર્વતભાઈ સ્ટાફ સાથે લઈ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશના પીટોલ બાજુથી રાત્રિના નવેક વાગ્યાના સુમારે આવેલ જીજે ૧૦ઝેડ-૮૬૫૬ નંબરની બંધ બોડીની ટાટા કંપનીની ટ્રક વાહન ચેકિંગમાં ઉભેલ પોલીસને શંકાસ્પદ લાગી હતી. જેથી પોલીસે તે ટ્રકને હાથનો ઇશારો કરી ઉભી રખાવી હતી. અને ટ્રકમાં શું ભરેલ છે જે બાબતે ડ્રાઇવર ને પૂછતા ડ્રાઇવરે પશુ આહાર દાણ ના કટ્ટા ભરેલ હોવાનું ગલ્લા તલ્લા કરતા જણાવ્યું હતું. જેથી પોલીસે સદર ટ્રકના ડ્રાઇવરને નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતે પોતાનું નામ રામાભાઇ નાગાભાઈ દીવરાણીયા(મેર) હાલ રહેવાસી બગોદરા (બગોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં), મૂળ રહેવાસી બોખીરા નારાયણ નગર તા.જિ. પોરબંદર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તે ટ્રકમાં ઉપર ચડીને જોતા તેમાં ભારતીય બનાવટનો પ્રોહિ મુદ્દા માલ પશુ આહારની આડમાં છુપાયેલો જોવા મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૬,૦૬૦ ભરેલ પેટીઓ નંગ-૫૦૫ પકડી પાડી ટાટા ટ્રકના ડ્રાઇવર રામાભાઇ નાગા ભાઈ દીવરાણીયા(મેર)ની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ૧૦ હજારની કુલ કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૫ લાખની કિંમતની ટાટા ટ્રક તથા ટ્રકમાં થી કબજે લીધેલ રૂપિયા ૧૩,૨૫૦/- ની કુલ કિંમતના પશુ આહાર દાણના કટ્ટા નંગ-૫૩ મળી કુલ રૂપિયા ૮૯,૩૩,૨૫૦/-નો મુદ્દા માલ પકડી પાડી કબજે લઈ ટ્રકના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી સદર ટ્રકમાં પ્રોહી મુદ્દામાલ ક્યાંથી ભર્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે પૂછપરછ હાથ ધરી છે…
