માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયુ.
કોસંબા ઉમરપાડા રેલવે લાઈનમાં જમીન સંપાદન બાબતે આવેદન પત્ર અપાયું
જમીન સંપાદનને કારણે ૨૩ કુટુંબોના ૧૭ ઘરો અને ખેતીની જમીનને નુકસાન થાય છે
ઝંખવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે 56 અને કોસંબા ઉમરપાડા રેલવે લાઈનમાં જમીન સંપાદન બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયુ.
આજરોજ ઝંખવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે નંબર 56 અને કોસંબા ઉમરપાડા રેલ્વે લાઈનમાં જમીન સંપાદન થનાર હોય જે બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નેશનલ હાઈવે 56 , અને કોસબા – ઉમરપાડા રેલ્વે લાઈનમાં ઝંખવાવ ગામના 113, 112, 111 જેવા ત્રણ સર્વે નંબરની 6 હેક્ટર જેટલી જમીન બંને પ્રોજેક્ટમાં સંપાદન થાય છે જેના કારણે 23 કુટુંબોના 17 ધરો અને ખેતીની જમીનને નુકસાન થાય છે આ સંપાદન માટે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હોય તે વિકલ્પ પ્રમાણે રોડ અને રેલવે બનાવવામાં આવે તો ઓછામાં ઓછું નુકસાન થઈ શકે તેમ છે. આ જમીન અમારા માટે ફક્ત આજીવિકાનું સાધન છે ,તેમજ જમીન અસર ગસ્તો દ્વારા 11 જેટલા વિવિધ પ્રશ્નો અંગે પણ જણાવવામાં આવ્યું હતું જે અંગે સરકારશ્રી દ્વારા યોગ્ય ન્યાય મળે જે માટે આવેદન પત્ર આપવામાં આવેલ છે.
બાઈટ મુકેશભાઈ ગામીત અસરગ્રસ્ત ખેડૂત.
