લીલી પાલક કે લાલ પાલક, ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી વધારે ફાયદાકારક કોણ? જાણો એક્સપર્ટે શું કહ્યું?
ડાયાબિટીસના દર્દીઓ માટે તેમની ડાયટનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લીલા શાકભાજી આ બીમારી માટે રામબાણ તરીકે કામ કરે છે, પરંતુ જ્યારે પાલકની વાત આવે છે, ત્યારે પ્રશ્ન થાય છે કે, લીલી પાલક સારી કે લાલ પાલક? બન્ને પોષક તત્ત્વોથી ભરપૂર છે, પરંતુ નિષ્ણાતોએ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના ફાયદામાં તફાવત અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ચાલો જાણીએ કે આમાંથી કયો વિકલ્પ તમારા માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે.
લીલી પાલકને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. તેમાં ઓછી કેલરી, લો કાર્બોહાઈડ્રેટ્સ અને ભરપૂર ફાઈબર હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આયુર્વેદ અને આધુનિક ચિકિત્સા બન્ને તેને ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ માને છે. લીલી પાલકમાં વિટામિન સી, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધારે છે અને ગ્લુકોઝનું સ્તર સ્થિર રાખે છે. ડાયેટિશિયન ડો. સ્વાતિ શર્મા જણાવે છે કે, “લીલી પાલકનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત અને અસરકારક બનાવે છે. તેને સલાડ, સૂપ કે શાકભાજીના રૂપમાં સરળતાથી લઈ શકાય છે.”
બીજી તરફ લાલ પાલક પણ ડાયાબિટીસના દર્દીઓ માટે અદ્ભુત સાબિત થઈ રહી છે. તાજેતરના રિચર્સમાં તેને ‘સુપરફૂડ’નો દરજ્જો મળ્યો છે કારણ કે તેમાં હાઈ ફાઇબર, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટની સાથે-સાથે લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. ન્યુટ્રિશનિસ્ટ ડો. રોહિત યાદવે જણાવ્યું કે, લાલ પાલકમાં રહેલ ફાઇબર ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે, જે બ્લડ સુગરમાં અચાનક વધારો અટકાવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, જે ડાયાબિટીસ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ છે. લાલ પાલકને અડધી રાંધીને અથવા સલાડના રૂપમાં ખાવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેના પોષક તત્વો જળવાઈ રહે.
નિષ્ણાતોના મતે બન્ને પાલક પોતપોતાની રીતે ફાયદાકારક છે, પરંતુ લાલ પાલકમાં થોડી વધારે ફાયદા કારક હોઈ શકે છે. કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઈબરનું પ્રમાણ થોડું વધારે છે. જો કે, લીલી પાલકની ઉપલબ્ધતા અને સ્વાદ તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાનું સરળ બનાવે છે. ડો. સ્વાતિ સલાહ આપે છે કે, ડાયાબિટીસના દર્દીઓ તેમની જરૂરિયાતો અને પસંદગીઓ અનુસાર સંતુલિત માત્રામાં બન્ને રીતે અજમાવી શકે છે, પરંતુ કોઈપણ ફેરફાર કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
