સુરત : પાલનપુરમાં પત્રકાર પરિષદ યોજાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત : પાલનપુરમાં પત્રકાર પરિષદ યોજાઈ
જન્માષ્ટમી ઉત્સવની ઉજવણીને માહિતી આપવાના આવી
આ ઉત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળ સલામી આપવા આવશે
માટલી ફોડનાર મંડળને 1,11,111 પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે.

આગામી જન્માષ્ટમીના પર્વએ દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત નમો દહી હાંડી જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરાનાર હોય જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.

આગામી 16મી ઓગસ્ટ ના રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો દહી હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળ સલામી આપવા આવશે. માટલી 8 થર ની ઊંચાઈ પર સ્ક્રીન પર બાંધવામાં આવશે. સલામી આપનાર દરેક મંડળને 5100 નો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. જે મંડલ સૌથી હાઈએસ્ટ થર મારશે એ માટલી ફોડવા માટે હકદાર બનશે. માટલી ફોડનાર મંડળને 1,11,111 પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીની પ્રેરણાથી દિવ્ય પથ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સ્કૂલ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ, મણિલાલ યુનિફોર્મ સ્ટોર્સ, આયુસી ગારમેન્ટ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય ભોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, હરિ ઓમ ખમણ હાઉસ, દિવ્યમ એડ, વિજય ગારમેન્ટ, ડીજે નૈનેશ, એસએસએફ, મીડિયા પાર્ટનર તરીકે આઈવાયઆઈ ચેનલ, સીટી તડકામુખ્ય રહેશે. તો આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્ય પથ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, હિનલ વાલવાલા, ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ તથા અન્ય સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી છે. આ કાર્યક્રમ વિદ્યાકુંજ ચાર રસ્તા ખાતે કરાશે. આ વિસ્તારમાં પહેલીવાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યુ છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ કાર્યક્રમને નિહાળવા હજારો લોકો આવશે તેમ પણ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *