સુરત: 2 બાળકોને ઝેર આપી પિતાની આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો

Featured Video Play Icon
Spread the love

સુરત: 2 બાળકોને ઝેર આપી પિતાની આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો
પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોથી કંટાળીને ભર્યું પગલું
મૃતકની પત્ની ખેતીવાડી વિભાગના નરેશના સંપર્કમાં હતી
અલ્પેશ છેલ્લા એક મહિનાથી ડાયરીમાં બધી વિગતો લખતો હતો
ડાયરીમાં પત્નીના વર્તન અને તેના અફેર વિશેની સંપૂર્ણ માહિતી
અલ્પેશના પરિવારે આ મામલે પોલીસ સ્ટેશન પહોંચીને ન્યાયની કરી માંગ

Black Moneyની પછી માર્કેટમાં આવ્યું Red અને Pink Money, જાણો શું છે આ ત્રણેયમાં તફાવત?

આજના યુગમાં મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર કમાણીના સમાચારોમાં તમે ઘણીવાર બ્લેક મનીનું નામ સાંભળ્યું હશે. નોટબંધી દરમિયાન પણ તેની ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ શું તમે ક્યારેય રેડ મની અને પિંક મની વિશે સાંભળ્યું છે? આજે અમે તમને તેમની વચ્ચેનો તફાવત જણાવીશું. ચાલો જાણીએ.
કાળું નાણું એટલે એવા રૂપિયા છે જે ગેરકાયદેસર રીતે કમાવવામાં આવે છે અને સરકારથી છુપાવવામાં આવે છે. તે સામાન્ય રીતે લાંચ, ટેક્સ ચોરી, ભ્રષ્ટાચાર અથવા છેતરપિંડી દ્વારા કમાવવામાં આવે છે. કાળા નાણાને ઘણીવાર રોકડમાં રાખવામાં આવે છે જેથી તેને ટ્રેક કરવું મુશ્કેલ બને છે.

રેડ મની પણ બ્લેક મનીની જેમ ગેરકાયદેસર હોય છે, પરંતુ તે ખાસ કરીને ગુનાઓમાંથી કમાયેલા નાણાં સાથે સંબંધિત છે. રેડ મનીનું નામ ‘રેડ’ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તે ભયનું પ્રતીક માનવામાં આવે છે. જેમ કે, હત્યા, દાણચોરી, આતંકવાદ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કમાયેલા નાણાંને રેડ મની કહેવામાં આવે છે.

પિંક મની એ ગેરકાયદેસર નાણાં કહેવામાં આવે છે જે નશીલા પદાર્થોની હેરાફેરી, ગેરકાયદેસર જુગાર અને ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓમાંથી આવે છે. પિંક મનીને કારણે સમાજમાં ગુના અને નશા જેવી સમસ્યાઓ ઝડપથી ફેલાઈ રહી છે.
બ્લેડ મની ટેક્સ ચોરી અને ભ્રષ્ટાચારમાંથી આવે છે. જ્યારે રેડ મની આતંકવાદ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ સાથે જોડાયેલું નાણું છે. આ ઉપરાંત જો આપણે પિંક મની વિશે વાત કરીએ તો તે નશો અને જુગાર જેવા ગેરકાયદેસર વ્યવસાયો સાથે જોડાયેલું નાણું છે.
સરકારે આ ત્રણ પ્રકારના નાણાં રોકવા માટે મની લોન્ડરિંગ વિરોધી કાયદા, ED તપાસ, બેન્કિંગ મોનિટરિંગ અને ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *