સુરતમાં મોહરમના તહેવારને લઈ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મોહરમના તહેવારને લઈ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ
ડીંડોલી પોલીસે દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ પકડ્યા
ત્રણ જીવતા કારતૂસ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત શહેરમાં મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયુ હતું ત્યારે ડીંડોલી પોલીસે બાતમીના આધારે દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ મોહરમ તહેવારને લઈને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાગામ આર.ડી. ફાટક પાસે જામના પાર્ક સોસાયટી તરફ જતા રોડ પરથી બે શખ્સોને અટકાવી તેમની ઝડતી લેતા એક દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા જેથી પોલીસે પકડાયેલા આરોપીઓ પ્રવિણ ઉર્ફે આંબા આધાર શિરસાઠ અને સંતોષ ઉર્ફે સંતોષ બિહારી સાધુચરણસિંહ રાજપુતની ધરપકડ કરી હતી. તો ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *