સુરતના પલસાણામાં પોલીસે 5 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના પલસાણામાં પોલીસે 5 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યા
પોલીસે વાહન ચોર આરોપીને ઝડપી પાડ્યો.
આરોપી પાસેથી 5 મોટર સાયકલ સહિત 1.90 લાખનો મુદ્દામાલ કબજે

સુરત ગ્રામ્ય જિલ્લામાં નોંધાયેલા કુલ પાંચ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પલસાણા પોલીસને સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી પાંચ મોટરસાયકલો સહિત કુલ રૂ. 1.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે એક વ્યક્તિ ચોરીની હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને કડોદરાથી પલસાણા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે કરણ ગામના કટ પાસે વોચ ગોઠવી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પલસાણા, બારડોલી ટાઉન, નવસારી ટાઉન તેમજ સુરત રેલવે પોલીસ સ્ટેશન (કોસંબા ઓપી) વિસ્તારમાં સહઆરોપી સાથે મળીને વાહન ચોરીના ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ રાજીવકુમાર ઉર્ફે બબલુ બાલકરામ સાખીયા (ઉંમર 40), રહે. માતૃછાયા રેસિડન્સી, કુડસદ રોડ, કીમ, તા. ઓલપાડ, જી. સુરત તરીકે થઈ છે. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *