છેલ્લા 2 દિવસથી બદલાયેલા મોસમના મિજાજથી બેવડી ઋતુ

Featured Video Play Icon
Spread the love

છેલ્લા 2 દિવસથી બદલાયેલા મોસમના મિજાજથી બેવડી ઋતુ
જિલ્લામાં દિવસે અગન વર્ષા અને રાત્રે ભારે ઝાકળ
બેવડી ઋતુના અનુભવથી જનજીવન પ્રભાવિત થયું

આજે સવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગે આજે બપોરે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી બદલાયેલા મોસમના મિજાજથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં થોડા દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી રહી છે. તો આજે સવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગે આજે બપોરે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ગુરુવારે એટલે કે, 19મી માર્ચના રોજ એક કે બે નહીં પરંતુ 26 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 20 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. એટલે લગભગ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં માવઠાની ઘાત છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી બદલાયેલા મોસમના મિજાજથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લામાં દિવસે અગન વર્ષા અને રાત્રે ભારે ઝાકળ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આજે આપેલી માહિતી પ્રમાણે, 18 માર્ચના બુધવારના રોજ કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે, જ્યારે 19 માર્ચે ગુરુવારના રોજ 26 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુરુવારના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *