Site icon hindtv.in

સુરતના કાપોદ્રામાં આવેલ ભૂલકા સાગર વિદ્યાભવનનું 97.98 ટકા પરિણામ

સુરતના કાપોદ્રામાં આવેલ ભૂલકા સાગર વિદ્યાભવનનું 97.98 ટકા પરિણામ
Spread the love

સુરતના કાપોદ્રામાં આવેલ ભૂલકા સાગર વિદ્યાભવનનું 97.98 ટકા પરિણામ
ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
આજે જાહેર થયેલ પરિણામમાં સુરતનું પરિણામ 86.20 ટકા

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકાજ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24 ટકા પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે. જેમાં સુરતમાં કાપોદ્રામાં આવેલ ભૂલકા સાગર વિદ્યાભવનનું 97.98 ટકા પરિણામ આવ્યું છે

આજે જાહેર થયેળ ધોરણ 10 નું બોર્ડનું પરિણમે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ મેળવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20 % આવ્યું છે જેમાં સુરત કાપોદ્રામાં આવેલ ભૂલકા સાગર વિદ્યાભવનનું 97.98 ટકા પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે, ભૂલકા સાગર વિદ્યાભવનમાં A1 માં 10 અને A2 માં 32 વિદ્યાર્થીઓ બાજીમારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે

27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ-10 માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53%,, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71%, વિદ્યાર્થી નાપાસ થયા છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version