Site icon hindtv.in

સુરતમાં ‘જીવલેણ’ દોરી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

સુરતમાં 'જીવલેણ' દોરી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Spread the love

સુરતમાં ‘જીવલેણ’ દોરી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
એસઓજીએ 18 લાખ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

ઉતરાયણ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન કરતી ફેક્ટરી એસઓજીએ ઝડપી પાડી છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન થતુ હોય કે વેચાણ થતુ હોય તેની સામે કાર્યવાહી કરવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.પી. ચૌધરીની ટીમે પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન કરતા મુળ બિહારનો અને હાલ ભેસ્તાન ગણેશનગરખાતે રહેતા મેનેજર પ્રમોદ ભગવાન મંડલને ઝડપી પાડ્યો હતો અને સ્થળ પરથી ચાઈનીઝ દોરી તથા રો મટેરીયલ મળી 18 લાખ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Exit mobile version