અમરેલીના જાફરાબાદ મધદરિયામાં 9 ખલાસીઓ હજુ લાપતા
ખલાસીઓ લાપતા થયાનો આજે છઠ્ઠો દિવસ
પીપાવાવ કોસ્ટગાર્ડે સન્માન સાથે બંને મૃતકોના મૃતદેહ પરિવારને સોંપ્યા
લાપતા 9 ખલાસીઓની શોધખોળ પૂરજોશમાં
અમરેલીના જાફરાબાદ બંદરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મધદરિયામાં ભારે તોફાનના કારણે 3 બોટ ડૂબી જવાની ઘટનામાં 11 ખલાસી લાપતા થયા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક અરબી સમુદ્રમાં 19 ઓગસ્ટે ભારે વરસાદ અને તોફાની હવામાનને કારણે ત્રણ માછીમારી બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં 28 માછીમારોમાંથી 17ને બચાવી લેવાયા, પરંતુ 11 ખલાસીઓ લાપતા થયા હતા. કોસ્ટગાર્ડ દ્વારા ચાલતી શોધખોળમાં 2 ખલાસીના મૃતદેહ મળી આવ્યા છે, ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમારોની ટીમ દ્વારા શરૂ કરાયેલી શોધખોળમાં બે ખલાસીઓના મૃતદેહ 30 નોટિકલ માઇલ દૂર દરિયામાં મળી આવ્યા હતા. મૃતદેહોની ઓળખ માટે પરિવારજનો પીપાવાવ જેટી પહોંચ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
અમરેલીના જાફરાબાદ અને રાજપરા બંદરો નજીક દરિયામાં તોફાની વાતાવરણને કારણે ત્રણ બોટ ડૂબી જવાની ઘટનાએ માછીમાર સમુદાયમાં શોકનો માહોલ સર્જ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ બંદર પર પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. લાપતા ખલાસીઓની શોધખોળ માટે વધુ ચર્ચા કરવામાં આવી. આ ઘટનાને લઈને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માછીમારોની સુરક્ષા, નુકસાનનું વળતર અને રેસ્ક્યૂ સુવિધાઓ વધારવાની માંગ કરી છે…. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

