Site icon hindtv.in

સુરતના ગોડાદરામાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા.

સુરતના ગોડાદરામાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા.
Spread the love

સુરતના ગોડાદરામાં જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા.
ગોડાદરા પોલીસની કાર્યવાહી, રૂ. 27 હજારથી વધુની મત્તા જપ્ત.
સુરતમાં જુગારધામ પર પોલીસનો દરોડો,

સુરતમાં જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે સુરતની ગોડાદરા પોલીસે જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ સહિત અધધ 27 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી.

સુરત શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા લાલ આંખ કરાઈ હોય તેમ ગોડાદરા વિસ્તારમાં જુગાર રમતા 9 જુગારીઓ ગોડાદરા પોલીસના હાથે ઝડપાયા હતાં. ગોડાદરા પોલીસે મળેલી બાતમીના આધારે ગોડાદરા કલાકુંજ સોસાયટી પાસેથી જુગાર રમતા અબોદ શાહુ, સુરેન્દ્ર રાય, સુરેન્દ્ર, નરેશ મંડલ, ભાગીરથ રવાની, રામચંદ્ર યાદવ, અમિત પાંડે, લાલજી નંદન અને ચંદન શાહને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 27 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version