Site icon hindtv.in

ભાવનગર દારૂકાંડના મુખ્ય આરોપી રઇશના 9 દિવસના રિમાન્ડ મંજૂર,

ભાવનગર દારૂકાંડના મુખ્ય આરોપી રઇશના 9 દિવસના રિમાન્ડ મંજૂર,
Spread the love

ભાવનગર દારૂકાંડના મુખ્ય આરોપી રઇશના 9 દિવસના રિમાન્ડ મંજૂર,
બે દિવસ અગાઉ મધ્યપ્રદેશથી રઇસની ધરપકડ કરી હતી
ગૌતમ સોલંકીએ રઇસને મધ્યપ્રદેશથી બોલાવ્યો હતો

ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મુખ્ય આરોપી રઇશને કોર્ટમાં રજૂ કરતાં 9 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે બે દિવસ અગાઉ મધ્યપ્રદેશથી રઇસની ધરપકડ કરી હતી. તપાસ મુજબ તે નકલી દારૂ બનાવવામાં સામેલ હતો. ગૌતમ સોલંકીએ રઇસને મધ્યપ્રદેશથી બોલાવ્યો હોવાની માહિતી સામે આવી છે. હવે સમગ્ર નેટવર્ક અંગે તપાસ ચાલી રહી છે.

મળતી જાણકારી અનુસાર પોલીસે બે દિવસ અગાઉ મધ્યપ્રદેશમાંથી મુખ્ય આરોપી રઇશની ધરપકડ કરી હતી. ભાવનગરમાં નકલી દારૂ બનાવવાના અને તેના વિતરણ સાથે સંકળાયેલા આરોપોની તપાસ દરમિયાન રઇશનું નામ સામે આવ્યું હતું. ધરપકડ બાદ તેને ભાવનગર લાવી આજે કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસના પ્રાથમિક તપાસ મુજબ રઇસ નકલી દારૂ બનાવવાની પ્રક્રિયામાં સામેલ હતો. હવે રિમાન્ડ દરમિયાન પોલીસ તેની પાસેથી નકલી દારૂ બનાવવા માટે વપરાતા કાચા માલ, સ્થળ, સાધનો અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે, SMC અને ભાવનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આરોપી રઈશને ઉજ્જૈનથી ઝડપી પાડ્યો હતો..મુખ્ય આરોપી રઈશની પૂછપરછમાં નકલી દારૂના નેટવર્કના વધુ ખુલાસા થવાની શક્યતા છે..

Exit mobile version