Site icon hindtv.in

તાપી સોનગઢ પોલીસની મોટી કાર્યવાહી, 85.890 કિલો ગાંજો ઝડપાયો

તાપી સોનગઢ પોલીસની મોટી કાર્યવાહી, 85.890 કિલો ગાંજો ઝડપાયો
Spread the love

તાપી સોનગઢ પોલીસની મોટી કાર્યવાહી, 85.890 કિલો ગાંજો ઝડપાયો
સુરત-ધુલીયા હાઈવે પરથી કરોડોની કિંમતનો ગાંજો ઝડપાયો
બે મહિનાની વોચ બાદ સોનગઢ પોલીસને મોટી સફળતા

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.વી. ઢોલા અને તેમની ટીમ દ્વારા નશીલા પદાર્થોના વેપલા સામે આદરેલી લડાઈમાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે છેલ્લા બે મહિનાથી સતત વોચ ગોઠવી રાખી હતી, જેના પરિણામે સુરત-ધુલીયા નેશનલ હાઈવે નંબર 53 પરથી કરોડો રૂપિયાની કિંમતનો 85.890 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોનગઢના નવા આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે પોલીસે ટ્રક નંબર (GJ-05-BZ-3268) ને અટકાવી હતી. ટ્રકની કેબિનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમિટના ખાખી સેલોટેપ મારેલા પાર્સલ મળી આવ્યા હતા. જેમાંથી કુલ 85..890કિલો વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 42,94,500 થાય છે. આ રેડ દરમિયાન પોલીસે ટ્રકના ચાલક સોહિલ ચિરાકોદ્દીન શેખ, તેમજ ગાંજાની હેરાફેરી માટે પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર (GJ-30-A-2646) માં સવાર સોયેફ ચિરાકોદ્દીન શેખ અને જાફરખાન જલીલખાન મણીયારને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રક, કાર, ગાંજો, મોબાઈલ અને ટ્રકમાં ભરેલ 30 ટન કોલસો મળી કુલ રૂ. 64,36,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં અકિલ નાસીરખાન પઠાણ (રહે. સુરત) અને આદિલ સોહેલ શેખ (રહે. બલેશ્વર) ની મુખ્ય ભૂમિકા છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ સમગ્ર કેસની તપાસ હવે પી.એસ.આઈ. અજીત સી. ચૌધરી ચલાવી રહ્યા છે..

Exit mobile version