Site icon hindtv.in

કામરેજ સુગર મિલમાં મહત્વની બેઠક

કામરેજ સુગર મિલમાં મહત્વની બેઠક
Spread the love

કામરેજ સુગર મિલમાં મહત્વની બેઠક
માંડવી સુગર મિલ ખરીદવાની તૈયારી, સભાસદો સાથે ચર્ચા
સુગર મિલ ચેરમેન અશ્વિન પટેલે વહીવટની માહિતી આપી

 

કામરેજ સુગર મિલ ખાતે આજરોજ મહત્વની બેઠક મળી હતી,સંયુક્ત રાષ્ટ્ર સહકારિતા વર્ષ ૨૦૨૫ અંતર્ગત બેઠક મળી હતી,

આ બેઠક કામરેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની ઉપસ્થિતિમાં મળી હતી,યોજાયેલી બેઠકમાં સુગર મિલના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. બેઠકમાં સુગર મિલના ગત વર્ષના લેખાજોખા અને આવનારા વર્ષના આયોજનને લઈ સભાસદો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકમાં શેરડી રોપાણ અને ભાવ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સભાસદો સાથે મળેલી બેઠકમાં બંધ પડેલી માંડવી સુગરમિલ ને લઈ ને પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાડે ગયેલી માંડવી સુગર મિલને પણ કામરેજ સુગરે પોતાની સરતો સાથે ખરીદવાની તૈયારી દર્શાવી છે. ત્યારે માંડવી સુગર મિલને ખડીદવા અંગે પણ સભાસદો સાથે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી,આજ રોજ યોજાયેલી બેઠકમાં હાજર રહેલા સભાસદોએ કામરેજ સુગરનાં સુચારૂ વહીવટને સ્વીકાર્યો હતો જેને લઈને કામરેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલે તમામ સભાસદો નો આભાર વ્યક્ત કર્યો હતો.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે સહકારી સંસ્થાઓ નું ખાનગીકરણ થઈ રહ્યું છે તેના વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને સહકારી સંસ્થાઓ ખેડૂતો માટે કેટલી જરૂરી છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતી અને ખાનગી સંસ્થાઓનો બહિષ્કાર કરી સહકારી સંસ્થાઓને બચાવવા માટે સભાસદોને અપીલ કરવામાં આવી હતી….

Exit mobile version